પરિવર્તન ખરેખર ??????
શબ્દોની રમત કેટલી અનેરી
લાગણીઓની ઝલક એમાં ઉમેરી
થોડું લંબાવીને થોડું ટૂંકાવીને
કયારેક બની ગઇ કવિતા તો
કયારેક બની ગયો વિચાર...
આવો જ એક વિચાર આજે બ્લોગરના માધ્યમથી પહેલીવાર કહેવા જઇ રહી છું...વિચારતી હતી કે કઇ વિષય વસ્તુ પર લખું પરંતુ એક સ્ત્રી હોવાના નાતે થયું કે ચાલ સ્ત્રી પર જ થોડું ઘણું લખી લઉં.
આધુનિક, મોર્ડન, વિકાસશીલ અને અણુમાંથી પરમાણુ તરફ જતાં આપણે સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશ માટેની મંજૂરી 800 વર્ષબાદ આપી. પિરિયડસ જેવી બાયોલાજીકલ પ્રોસેસને આપણે મુદ્દો બનાવીને મહિલા પ્રવેશબંધી 800 વર્ષ સુધી ચલાવી, તો તો અક્ષયકુમારને બદલે અમિતાભ બચ્ચનના સમયમાં પેડમેન જેવી ફિલ્મો બનાવવાની જરૂર હતી તો કદાચ આજના સમયમાં જાગૃતતા આવી ગઇ હોત, કારણ કે આપણે ગોકળગાય ને બહુ અનુસરી છીઅે.આર્થિક,સામાજિક,શારિરીક અને હવે તો મતદાન માટે સ્ત્રીઓને લઇને દૂષણો અને શોષણોની રમતો રમાય છે.વૃષભ અને વૃશ્ચિક રાશી ધરાવતા રાજયોમાં IS અને IPS કક્ષાના અધિકારીઓ દહેજ મેળવીને અથવા માંગીને સ્ત્રીઓને અાર્થિક ઉપાર્જનનું સાધન બનાવી દે છે.તો આમાં કોને વધુ દોષિત ઠેરાવવા અભણને કે ભણેલાને???
વિકાસશીલ ભારતમાં ગુનાખોરીનો વિકાસ ઝડપી વધી રહ્યો છે..અને સાથે તેના સ્વરુપ પણ બદલાયા છે.દૂધપીતી કરાતી દિકરીને આજે અબોર્શન ના નામે મારવામાં આવે છે.શું ખરેખર આટલા વર્ષે પણ આપણી માનસિકતામાં સુધારો થયો છે??? સ્પેશિયલી પુરુષ પ્રજાતિમાં ? 25:75 ના રેશિયામાં કહી શકાય.પાકિસ્તાનની સાપેક્ષમાં આજે ભારતમાં બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે. 2012માં થયેલા દિલ્લીના નિર્ભયાકાંડમાં ચુકાદો 2017માં આવ્યો છે.ફાંસી આપતા તો તો કોણ જાણે કેટલા મહિના અને વર્ષ લાગી જશે તે તો રામ જાણે.સંભવમાં એક પરણિત મહિલા પર બળાત્કાર કરીને જીવતી સળગાવી, 7 વર્ષની બાળકી પર 18 જણાનો રેપ,અમદાવાદના સેટેલાઇટની ઘટના આવી તો કેટલી છે અને કેટલી બની રહી છે...આ બધી ઘટના સ્ત્રી કેટલી સુરક્ષીત છે તેની ચાળી ખાઇ છે.
મર્યાદાની વાતો કરતા નેતા જયારે આરોપીને ફૂલના હાર સાથે વધાવે છે ત્યારે કદાચ તેની માનસિક મર્યાદાના ચીથરા તો દરેક સ્ત્રી સામે ઊડી જતા હશે.ફેસબુક,ઇનસ્ટાગ્રામ જેવા માધ્યમોમાં સ્ત્રીઓની પરોક્ષ રીતે અભદ્ર કમેન્ટસ કરીને છેડતી થાય છે.પ્રશ્ન અે છે કે મીણબતી લઇને ન્યાય માંગતા પુરુષો ફકત એક-બે દિવસ માટે જ કેમ સ્ત્રીસ્માનના માટેના દેડકા બનીને કૂદકે છે? કેમ અહિંસક લડાઇ લડીને તાત્કાલીક નિવારણ માટેના પ્રયાસો નથી કરતા? ખુમારીને મર્દાનગી બતાડે છે તો મોબલિંચિંગ જેવા હાનિકારક દૂષણમાં જે બહુ ગંભીર સમસ્યા છે.જયાં નિર્દોષોને મોતને ઘાટ ઊતારે છે.ત્રિપલ તલાકનો કાયદાએ હજુ સુધી જોઈએ એટલો ફાયદો મહિલાઓને કરાવ્યો નથી.પરંતુ મુસ્લીમ મહિલાની વોટબેન્કનું રાજકારણ કયાં છુપાયેલું છે...દેવીની પૂજા કરતો દરેક હિન્દુ પુરુષ અને વૃધ્ધો પણ સ્ત્રીના કપડા ઉતારતા કેમ ખચકાતો નથી.દંભીપણામાં જીવતા થઇ ગયા છીએ.
લાગશે તમને કે આ બધુ તો જાણીએ છીએ, તો સમજતા કેમ નથી ? કેમ આપણા દિકરાને સ્ત્રીનું મહત્વ અને સમ્માન કરતા નથી શિખડાવતા.આપણે ભારતને માતા , નદીને માતા , ગાયને માતા કહીએ છીએ તો પછી માતા સ્વરૂપ સ્ત્રી સાથે કેમ અન્યાય કરીએ છીએ?
અેવું નથી કે સ્ત્રી માટે સકારાત્મક વાતો નથી પણ નકારાત્મક વાતો, ઘટના અને દૂષણો વઘુ છે..જો નકારાત્મકતાને સમજીશું , જાકારો આપીશું તો સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો ઝડપથી કરીશું.કદાચ ખોટી ના હોવ તો દરેક બ્લોગ વાંચનાર પુરુષના ઘરમાં કોઇને કોઇ સ્વરૂપમાં સ્ત્રી હશે તો એના માટે મહિલા માટેનો અભિગમ બદલાવીને એને સમ્માન આપીએ.
Excellent ☺☺☺
ReplyDelete👌👌
ReplyDelete