થોડું આપણે પણ તેની જેમ તરતા શીખી લઈએ... 

હા, કડકડતી ઠંડીમાં તરવાની વાત થોડી અજીબ લાગે અને લાગવી પણ જોઈએ.વિદેશી પ્રજાની જેમ તો ઠંડા પાણીના સરોવરમાં ડુબકી લગાવાની આનંદ મેળવવાની મૂર્ખામી તો આપણે ક્યારેય કરવાના નથી. ચાલો વાસ્તવિક નહીં પરંતુ કાલ્પનિક તરણની અનુભૂતિ તો કરી જ શકીએ.તો તૈયાર છો ને? તરવાની વાત આવી તો તમારા કોઈ આદર્શ છે? કારણ  કે મને તો 1-2 દિવસ પહેલા જ તરવાનો શોખ લાગ્યો છે. હા, હવે હસો મા..જવાબ તમારી પાસ હોય તો એ આઈડલને  યાદ કરી લો. કારણ કે મારો તો આઈડલ છે. મારો આઈડલ છે....આઈડલ છે.. કંઈ દઉં? પાકું  કંઈ દઉં!! એ કઈ દઉં છું વળી  વાંચવાનું  બંધ કરી દેશો તો આપણી તરવાની  પ્રક્રિયા અધૂરી રહી જશે. તરણ માટે મારું આઈડલ છે લાકડું. તમને આ વાત થોડી મૂર્ખામી જેવી લાગશે. જો કે લાગવી જ જોઈએ. મૂર્ખામીવાળી વસ્તુ લાગવાનો અર્થ છે કે તમારી પાસે એ વસ્તુને લઈને પોતાનો સ્વતંત્ર તર્ક છે. જેમ મને લાકડામાં  કોઈ તર્ક દેખાણો હશે. 

જીવનમાં ઘણાં બધા ભાર લઈને આપણે ફરતાં હોઈ છીએ. કારણ વગરનાં ભાર તો વધુ લઈને ફરતાં હોઈ છીએ. યે રિશ્તા ક્યાં કેહલાતા હૈ ની નાયરા અને  કાર્તિકનું શું થશે એ વાતોની ચિંતા કરનારાઓ પણ હોય છે. હવે શાંતિથી વિચારીએ તો આવી તો અનેક સમસ્યાઓ આપણી આસપાસ બની રહી છે અને નવી નવી સમસ્યા આકાર લઈ રહી છે. તો  શું  દરેક સમસ્યાઓ માટે લોહી ઉકાળા કરવાના? નહીં, લાકડાની જેમ તરી જવાનું અને નો  આવડે તો શીખી જવાનું. 

        સંબંધોમાં જ્યારે ભાર લાગે છે ત્યારે આપણે પોતાને તો ડૂબાડીએ છીએ પરંતુ સામેવાળાને પણ ડૂબાડીએ છીએ. અને ભાર ત્યારે જ લાગે છે જ્યારે ત્યાં 100 ટકાનું સમર્પણ નથી હોતું. હવે તમને થશે કે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં 100 ટકા કોઈ સંબંધ કે વસ્તુને આપતો નથી. ક્યાંક તો કશું  ચૂકી જ જતો હોય છે. સ્વાભાવિક છે પરંતુ તે ચૂકી ગયાનો સ્વીકાર ન કરો એ તો અયોગ્ય છે.ક્યારે એ વિચાર્યું કે આપણે સારા થવાની બાબતમાં 200 ટકાની મહેનત કરતા હોઈએ છીએ. તો સાચી રીતે સંબંધો નિભાવવામાં 100 ટકા કેમ વધુ લાગે છે. ગાંધીજીની એ વાત મને ખુબ ગમે છે  કે ખોટું બોલીને રિબાવા કરતાં સાચું બોલીને પોતાને મુક્ત કરો. જેમ લાકડું વિશાળ દરિયામાં પણ તરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આર્થિક, સામાજિક અને નૈતિક જવાબદારીઓ આવવાની છે અને આવતી રહેશે પણ એનો ભાર લઈને ફરશું તો ડૂબી જશું.

જીવનને સકારાત્મક જીવવા માટે લાકડા સમા બનીને તરતા શીખી જાવ, મુંઝવણ કે  મુશ્કેલીના સમયમાં પરિસ્થિતીને આધિન થયા વગર પોતાને હળવા બનાવીને સમસ્યાના નિવારણ માટેના પ્રયાસોમાં તરતા મુકી દો,સંબંધોમાં તમારા પ્રાયસો એક તરફી લાગે તો તેમના પ્રયત્યે તમારી નિષ્ઠાને યાદ કરીને પોતાને છુટા મુકી દો, તમને તરતાં જોઈને સામેવાળાને ભાર લાગશે કે હું ક્યાંક ચૂકી ગયો છું. દુનિયાને, સમાજને, ગામને ખુશ રાખાવામાં મહાનતા હાંસલ કરવાને બદલે પોતાની ખુશીઓ માટેના રસ્તાઓનું નિર્માણ કરો. હા પરંતુ જો એ ખુશી કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધારિત હોય તો તે વ્યક્તિ કંઈ ચુક કરે તો તેને દોષ નઆપવાની હિંમત પણ તમારામાં  હોવી જોઈએ. લાકડાની જેમ તરતાં શીખી જાવ, દુ:ખોને લહેરોની જેમ બહાર ફેંકતા શીખી જાવ, સંબંધોને વિશ્વાસ અને નિષ્ઠાના હેતમાં સમાવી લો. લાકડાની જેમ જીવનના દરિયામાં તરીને પોતે પણ હળવા રહીએ અને બીજાને પણ હળવાશનો અનુભવ કરાવીએ.   




Comments

Popular posts from this blog

શૂન્યની વિશાળતા...

શરુઆત