Posts

                                  થોડું આપણે પણ તેની જેમ તરતા શીખી લઈએ...  હા, કડકડતી ઠંડીમાં તરવાની વાત થોડી અજીબ લાગે અને લાગવી પણ જોઈએ.વિદેશી પ્રજાની જેમ તો ઠંડા પાણીના સરોવરમાં ડુબકી લગાવાની આનંદ મેળવવાની મૂર્ખામી તો આપણે ક્યારેય કરવાના નથી. ચાલો વાસ્તવિક નહીં પરંતુ કાલ્પનિક તરણની અનુભૂતિ તો કરી જ શકીએ.તો તૈયાર છો ને? તરવાની વાત આવી તો તમારા કોઈ આદર્શ છે? કારણ  કે મને તો 1-2 દિવસ પહેલા જ તરવાનો શોખ લાગ્યો છે. હા, હવે હસો મા..જવાબ તમારી પાસ હોય તો એ આઈડલને  યાદ કરી લો. કારણ કે મારો તો આઈડલ છે. મારો આઈડલ છે....આઈડલ છે.. કંઈ દઉં? પાકું  કંઈ દઉં!! એ કઈ દઉં છું વળી  વાંચવાનું  બંધ કરી દેશો તો આપણી તરવાની  પ્રક્રિયા અધૂરી રહી જશે. તરણ માટે મારું આઈડલ છે લાકડું. તમને આ વાત થોડી મૂર્ખામી જેવી લાગશે. જો કે લાગવી જ જોઈએ. મૂર્ખામીવાળી વસ્તુ લાગવાનો અર્થ છે કે તમારી પાસે એ વસ્તુને લઈને પોતાનો સ્વતંત્ર તર્ક છે. જેમ મને લાકડામાં  કોઈ તર્ક દેખાણો હશે.  જીવનમાં ઘણાં બધા ભાર લઈને આપણે ફરતાં હોઈ છીએ. કારણ વગરનાં ભાર તો વધુ લઈને ફરતાં હોઈ છીએ. યે રિશ્તા ક્યાં કેહલાતા હૈ ની નાયરા અને  કાર્ત

શૂન્યની વિશાળતા...

આર્યભટ્ટે કરેલ શૂન્યની શોધનું મહત્વ આજના સમયમાં શું છે તે મારે જણાવાની જરૂર નથી. શૂન્ય વગરના ગણિતશાસ્ત્રની કલ્પના અશક્ય છે. અથવા કોઈ અન્ય વિકલ્પની શોધ કરવી પડત. પરંતુ એક શૂન્ય એવો છે જેણે ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ કર્યું છે. વાત કરું છું અલીખાન ઉસ્માન બલોચ ઉર્ફે શૂન્ય પાલનપુરીની. જેમણે ગુજરાતી ગઝલો અને કવિતાઓનું સર્જન કરીને ગુજરાતી સાહિત્યને અમુલ ભેટ આપી છે. જેનું થોડું ઘણું નુકશાન ઉર્દૂ સાહિત્યને થયું છે. શું કામ એ આગળ વાત કરીશું. 9મી ડીસેમ્બર 1922ના રોજ અમદાવાદ અને સાબરમતીની વચ્ચે આવેલા લીલાપુરમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં જ અલીખાનને જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. અનેક વિટંબણાઓ વચ્ચે માતા નનીબીબીએ અલીખાનને ઉર્દૂ, ફારસી અને અરબી ભાષાનું શિક્ષણ આપ્યું. અલીખાન એટલે શૂન્ય પાલનપુરીના જીવનઘડતરમાં માતા ઉપરાંત ગીત સંગીતની જાણકાર તેમની ત્રણ માસી અને મામા હુસેનખાનના ભજનો અને સંગીતનો વારસો પણ મળ્યો હતો. શૂન્ય પાલનપુરીએ ઈ.સ. 1938માં ગઝલ લખવાની શરૂઆત કરી હતી. તેમની દરેક ગઝલમાં અલગ પ્રયોગની છાંટ જોવા મળે છે. આથી જ તેમની ગઝલ લોકોના હ્રદયમાં સીધી ઊતરી જાય છે. તરંગોથી રમી લે છે, ભંવર

શરુઆત

            અવસ્થા એ જીવનથી લઈને મૃત્યુ સુધીના પગથિયા છે, અને આ બધી અવસ્થામાં આપણે બાલ્યાવસ્થાને શ્રેષ્ઠ ગણીએ છીએ, બાલ્યાવસ્થા પસાર થયા બાદ તેની ઝંખના બધી અવસ્થામાં કરીએ છીએ.કારણ કે તે અવસ્થામાં હરિફાઇ, છળકપટ અને લાલચ નથી હોતી , એટલે જ કદાચ તેને શ્રેષ્ઠ ગણીએ છીએ,પરંતુ શું આ બધા ગુણો  બાલ્યાવસ્થામાં હતા એટલે બાલ્યાવસ્થા શ્રેષ્ઠ હતી? કે પછી સમજદાર નોહતા એટલે? નહીં....                                પરિવર્તનએ સમય સાથે જરુરી છે , પરંતુ સદ્ભાના , નિસ્વાર્થ વિચારધારા , બધામાં ભળી જવાના બાલ્યાવસ્થાના ગુણોનું પરિવર્તન એ સમયની જરુર નથી . તો આજના બાળદિવસે પોતાના શૈશવકાળની ઉંમરને યાદ ના કરતા એ બધા ગુણોને યાદ કરીએ અને જીવનમાં અપનાવીએ. તો ભૂલી જાઓ આ વધતી ઉંમરના આંકડાને અને જીવનને ખુશીથી જીવો...

પરિવર્તન ખરેખર ??????

શબ્દોની રમત કેટલી અનેરી                       લાગણીઓની ઝલક એમાં ઉમેરી                 થોડું લંબાવીને થોડું ટૂંકાવીને                        કયારેક બની ગઇ કવિતા તો                 કયારેક બની ગયો વિચાર...      આવો જ એક વિચાર આજે બ્લોગરના માધ્યમથી પહેલીવાર કહેવા જઇ રહી છું...વિચારતી હતી કે કઇ વિષય વસ્તુ પર લખું પરંતુ એક સ્ત્રી હોવાના નાતે થયું કે ચાલ સ્ત્રી પર જ થોડું ઘણું લખી લઉં.       આધુનિક, મોર્ડન, વિકાસશીલ અને અણુમાંથી પરમાણુ તરફ જતાં આપણે સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશ માટેની મંજૂરી 800 વર્ષબાદ આપી. પિરિયડસ જેવી બાયોલાજીકલ પ્રોસેસને આપણે મુદ્દો બનાવીને મહિલા પ્રવેશબંધી 800 વર્ષ સુધી ચલાવી, તો તો અક્ષયકુમારને બદલે અમિતાભ બચ્ચનના સમયમાં પેડમેન જેવી ફિલ્મો બનાવવાની જરૂર હતી તો કદાચ આજના સમયમાં જાગૃતતા આવી ગઇ હોત, કારણ કે આપણે ગોકળગાય ને બહુ અનુસરી છીઅે.આર્થિક,સામાજિક,શારિરીક અને હવે તો મતદાન માટે સ્ત્રીઓને લઇને દૂષણો અને શોષણોની રમતો રમાય છે.વૃષભ અને વૃશ્ચિક રાશી ધરાવતા રાજયોમાં IS અને IPS કક્ષાના અધિકારીઓ દહેજ મેળવીને અથવા માંગીને સ્ત્રીઓને અાર્થિક ઉપાર્જનનું