Posts

શરુઆત

            અવસ્થા એ જીવનથી લઈને મૃત્યુ સુધીના પગથિયા છે, અને આ બધી અવસ્થામાં આપણે બાલ્યાવસ્થાને શ્રેષ્ઠ ગણીએ છીએ, બાલ્યાવસ્થા પસાર થયા બાદ તેની ઝંખના બધી અવસ્થામાં કરીએ છીએ.કારણ કે તે અવસ્થામાં હરિફાઇ, છળકપટ અને લાલચ નથી હોતી , એટલે જ કદાચ તેને શ્રેષ્ઠ ગણીએ છીએ,પરંતુ શું આ બધા ગુણો  બાલ્યાવસ્થામાં હતા એટલે બાલ્યાવસ્થા શ્રેષ્ઠ હતી? કે પછી સમજદાર નોહતા એટલે? નહીં....                                પરિવર્તનએ સમય સાથે જરુરી છે , પરંતુ સદ્ભાના , નિસ્વાર્થ વિચારધારા , બધામાં ભળી જવાના બાલ્યાવસ્થાના ગુણોનું પરિવર્તન એ સમયની જરુર નથી . તો આજના બાળદિવસે પોતાના શૈશવકાળની ઉંમરને યાદ ના કરતા એ બધા ગુણોને યાદ કરીએ અને જીવનમાં અપનાવીએ. તો ભૂલી જાઓ આ વધતી ઉંમરના આંકડાને અને જીવનને ખુશીથી જીવો...

પરિવર્તન ખરેખર ??????

શબ્દોની રમત કેટલી અનેરી                       લાગણીઓની ઝલક એમાં ઉમેરી                 થોડું લંબાવીને થોડું ટૂંકાવીને                        કયારેક બની ગઇ કવિતા તો                 કયારેક બની ગયો વિચાર...      આવો જ એક વિચાર આજે બ્લોગરના માધ્યમથી પહેલીવાર કહેવા જઇ રહી છું...વિચારતી હતી કે કઇ વિષય વસ્તુ પર લખું પરંતુ એક સ્ત્રી હોવાના નાતે થયું કે ચાલ સ્ત્રી પર જ થોડું ઘણું લખી લઉં.       આધુનિક, મોર્ડન, વિકાસશીલ અને અણુમાંથી પરમાણુ તરફ જતાં આપણે સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશ માટેની મંજૂરી 800 વર્ષબાદ આપી. પિરિયડસ જેવી બાયોલાજીકલ પ્રોસેસને આપણે મુદ્દો બનાવીને મહિલા પ્રવેશબંધી 800 વર્ષ સુધી ચલાવી, તો તો અક્ષયકુમારને બદલે અમિતાભ બચ્ચનના સમયમાં પેડમેન જેવી ફિલ્મો બનાવવાની જરૂર હતી તો કદાચ આજના સમયમાં જાગૃતતા આવી ગઇ હોત, કારણ કે આપણે ગોકળગાય ને બહુ...