થોડું આપણે પણ તેની જેમ તરતા શીખી લઈએ... હા, કડકડતી ઠંડીમાં તરવાની વાત થોડી અજીબ લાગે અને લાગવી પણ જોઈએ.વિદેશી પ્રજાની જેમ તો ઠંડા પાણીના સરોવરમાં ડુબકી લગાવાની આનંદ મેળવવાની મૂર્ખામી તો આપણે ક્યારેય કરવાના નથી. ચાલો વાસ્તવિક નહીં પરંતુ કાલ્પનિક તરણની અનુભૂતિ તો કરી જ શકીએ.તો તૈયાર છો ને? તરવાની વાત આવી તો તમારા કોઈ આદર્શ છે? કારણ કે મને તો 1-2 દિવસ પહેલા જ તરવાનો શોખ લાગ્યો છે. હા, હવે હસો મા..જવાબ તમારી પાસ હોય તો એ આઈડલને યાદ કરી લો. કારણ કે મારો તો આઈડલ છે. મારો આઈડલ છે....આઈડલ છે.. કંઈ દઉં? પાકું કંઈ દઉં!! એ કઈ દઉં છું વળી વાંચવાનું બંધ કરી દેશો તો આપણી તરવાની પ્રક્રિયા અધૂરી રહી જશે. તરણ માટે મારું આઈડલ છે લાકડું. તમને આ વાત થોડી મૂર્ખામી જેવી લાગશે. જો કે લાગવી જ જોઈએ. મૂર્ખામીવાળી વસ્તુ લાગવાનો અર્થ છે કે તમારી પાસે એ વસ્તુને લઈને પોતાનો સ્વતંત્ર તર્ક છે. જેમ મને લાકડામાં કોઈ તર્ક દેખાણો હશે. જીવનમા...
Posts
Showing posts from January, 2020
શૂન્યની વિશાળતા...
- Get link
- X
- Other Apps
આર્યભટ્ટે કરેલ શૂન્યની શોધનું મહત્વ આજના સમયમાં શું છે તે મારે જણાવાની જરૂર નથી. શૂન્ય વગરના ગણિતશાસ્ત્રની કલ્પના અશક્ય છે. અથવા કોઈ અન્ય વિકલ્પની શોધ કરવી પડત. પરંતુ એક શૂન્ય એવો છે જેણે ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ કર્યું છે. વાત કરું છું અલીખાન ઉસ્માન બલોચ ઉર્ફે શૂન્ય પાલનપુરીની. જેમણે ગુજરાતી ગઝલો અને કવિતાઓનું સર્જન કરીને ગુજરાતી સાહિત્યને અમુલ ભેટ આપી છે. જેનું થોડું ઘણું નુકશાન ઉર્દૂ સાહિત્યને થયું છે. શું કામ એ આગળ વાત કરીશું. 9મી ડીસેમ્બર 1922ના રોજ અમદાવાદ અને સાબરમતીની વચ્ચે આવેલા લીલાપુરમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં જ અલીખાનને જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. અનેક વિટંબણાઓ વચ્ચે માતા નનીબીબીએ અલીખાનને ઉર્દૂ, ફારસી અને અરબી ભાષાનું શિક્ષણ આપ્યું. અલીખાન એટલે શૂન્ય પાલનપુરીના જીવનઘડતરમાં માતા ઉપરાંત ગીત સંગીતની જાણકાર તેમની ત્રણ માસી અને મામા હુસેનખાનના ભજનો અને સંગીતનો વારસો પણ મળ્યો હતો. શૂન્ય પાલનપુરીએ ઈ.સ. 1938માં ગઝલ લખવાની શરૂઆત કરી હતી. તેમની દરેક ગઝલમાં અલગ પ્રયોગની છાંટ જોવા મળે છે. આથી જ તેમની ગઝલ લોકોના હ્રદયમાં સીધી ઊતરી જાય છે. તરંગોથી રમી લે છે, ભંવર...