પરિવર્તન ખરેખર ??????
શબ્દોની રમત કેટલી અનેરી લાગણીઓની ઝલક એમાં ઉમેરી થોડું લંબાવીને થોડું ટૂંકાવીને કયારેક બની ગઇ કવિતા તો કયારેક બની ગયો વિચાર... આવો જ એક વિચાર આજે બ્લોગરના માધ્યમથી પહેલીવાર કહેવા જઇ રહી છું...વિચારતી હતી કે કઇ વિષય વસ્તુ પર લખું પરંતુ એક સ્ત્રી હોવાના નાતે થયું કે ચાલ સ્ત્રી પર જ થોડું ઘણું લખી લઉં. આધુનિક, મોર્ડન, વિકાસશીલ અને અણુમાંથી પરમાણુ તરફ જતાં આપણે સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશ માટેની મંજૂરી 800 વર્ષબાદ આપી. પિરિયડસ જેવી બાયોલાજીકલ પ્રોસેસને આપણે મુદ્દો બનાવીને મહિલા પ્રવેશબંધી 800 વર્ષ સુધી ચલાવી, તો તો અક્ષયકુમારને બદલે અમિતાભ બચ્ચનના સમયમાં પેડમેન જેવી ફિલ્મો બનાવવાની જરૂર હતી તો કદાચ આજના સમયમાં જાગૃતતા આવી ગઇ હોત, કારણ કે આપણે ગોકળગાય ને બહુ...