Posts

Showing posts from November, 2018

શરુઆત

            અવસ્થા એ જીવનથી લઈને મૃત્યુ સુધીના પગથિયા છે, અને આ બધી અવસ્થામાં આપણે બાલ્યાવસ્થાને શ્રેષ્ઠ ગણીએ છીએ, બાલ્યાવસ્થા પસાર થયા બાદ તેની ઝંખના બધી અવસ્થામાં કરીએ છીએ.કારણ કે તે અવસ્થામાં હરિફાઇ, છળકપટ અને લાલચ નથી હોતી , એટલે જ કદાચ તેને શ્રેષ્ઠ ગણીએ છીએ,પરંતુ શું આ બધા ગુણો  બાલ્યાવસ્થામાં હતા એટલે બાલ્યાવસ્થા શ્રેષ્ઠ હતી? કે પછી સમજદાર નોહતા એટલે? નહીં....                                પરિવર્તનએ સમય સાથે જરુરી છે , પરંતુ સદ્ભાના , નિસ્વાર્થ વિચારધારા , બધામાં ભળી જવાના બાલ્યાવસ્થાના ગુણોનું પરિવર્તન એ સમયની જરુર નથી . તો આજના બાળદિવસે પોતાના શૈશવકાળની ઉંમરને યાદ ના કરતા એ બધા ગુણોને યાદ કરીએ અને જીવનમાં અપનાવીએ. તો ભૂલી જાઓ આ વધતી ઉંમરના આંકડાને અને જીવનને ખુશીથી જીવો...